Pages

આ બ્લૉગ શોધો

01 નવેમ્બર 2010

આયુર્વેદિક ઉપચાર

શીળસ

  1. કળથીની રાબ બનાવીને તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
  2. રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
  3. ૮ થી ૧૦ કોકમ ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાણી, તેમાં સાકર તથા થોડું જીરું નાખી દિવસમાં બે વાર પીવાથી કોઈ દવાથી ના મટતું શીળસ માટે છે.૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીળસ પર લેપ કરવાથી શીળસ મટે છે.
  4. ૧ ડોલ નવસેકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા-બાય-કાર્બ) નાખી તે પાણીથી સ્નાન કરવાથી શીળસ માટે છે.
  5. પાવલીભાર અજમો લઇ વાટી તેમાં તેટલા જ ગોળ સાથે રોજ સવારે નરણે કોઠે ગળી જવો. જરૂર પડે તો રાત્રે પણ આમ કરવું. આ પ્રયોગથી શીળસ મટે છે.

કૂતરું કરડે

  1. કૂતરું કરડ્યું હોય તો તેના પર હિંગને પાણીમાં ઘૂંટીને ચોપડવાથી ફાયદો થાય છે.
  2. કૂતરું કરડ્યું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી, લસણની ચટણીને પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ આ પ્રમાણે કરવાથી) કૂતરાના ઝેરનો નાશ થાય છે.
  3. હડકાયું કૂતરું  કરડ્યું હોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા પર લગાડવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.
  શીતળા

  1. શીતળાનો રોગચાળો ચાલતો હોય ત્યારે આમલીના પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી.
  2. હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતલના જામી ગયેલા ઘા પર ભભરાવવાથી ફાયદો થાય છે.
  3. ધાણા અને જીરૂ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી તેના વડે આંખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી.
  4. શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.
 તાવ

  1. કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આની ભાર મીઠું ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતારી જાય છે અને તાવ ઊતર્યા પછી સવાર-સાંજ દોઢ આની ભાર મીઠું બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી.
  2. કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે.
  3. સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મુકવાથી તાવ ઉતારે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
  4. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મીનીટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.
  5. લસણની પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલમાં કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
  6. તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મત છે.
  7. ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
  8. તુલસીના પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ નાખી લેવાથી ફ્લુનો તાવ મટે છે.
  9. પાંચ ગ્રામ તાજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઊકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફ્લુનો તાવ-બેચેની મટે છે.
  10. ૧૦ ગ્રામ ધાણા અને ૩ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફ્લુનો તાવ મટે છે.
  11. એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.
  12. ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
  13. ગરમ કરેલા  દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.
  14. મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.
  15. જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ માટે છે.
  16. ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ માટે છે.
  17. તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયાનો તાવ માટે છે.
  18. તુલસીનો રસ ૧૦ ગ્રામ આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મલેરિયાનો તાવ મટે છે.
  19. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઊતરે છે.
  20. મલેરિયાના તાવમાં વારંવાર ઊલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી , થોડી થોડી વારે પીવાથી ઊલટી માટે છે.
  21. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
  22. મઠ કે મઠની દાળનો સૂપ પીવાથી રોજ આવતો તાવ માટે છે.
  23. એલચી ૩ નંગ તથા મારી ૪ નંગ રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે ટે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ માટે છે.
  24. તુલસીનો રસ ૧૦ ગ્રામ, મરીનું ચૂર્ણ ૫ ગ્રામ ૦| ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઈફોઈડનો તાવ માટે છે.
  25. વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ માટે છે.
  26. શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી તાવ માટે છે.
  27. સનીપાતના તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલીશ કરવાથી આરામ થાય છે.
  28. હિંગ અને કપૂરની સરખે ભાગે ગોળી બનાવી (કપૂર-હિંગવટીની ગોળી જે દવાવાળાને ત્યાં પણ મળે છે.) એકથી બે ગોળી લઈ આદુના રસમાં પીવાથી સનેપાત (લવરી)નો તાવ માટે છે અને દર્દી ભાનમાં આવે છે.
  29. ફ્લુના તાવમાં ૩ તોલા પાણી સાથે ૧ લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચવાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.
  30. આદુ લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ-શરદી કે તાવ તેમ જ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.