એક વખત એક માણસ ગ્રીસ દેશના મોટા તત્વજ્ઞાની ડાયોજિનીસની પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો, “તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું, તેમની સાથે તત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.”
ડાયોજિનીસ ધીમા સ્વરે બોલ્યા, “એમ? મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું, તેમની સાથે ઘણી વાતચીત પણ કરી છે, પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !”
વાર્તા/પ્રેરણા દાયક કથાઓ, દુહા, છંદ, કવિતા, શેર-શાયરી, પ્રેમપત્ર, SMS, વિવિધ તહેવારો (જેમકે દિવાળી, હોળી, નાતાલ વગેરે...)ની શુભેચ્છાઓ, નિબંધ, પ્રવાસ વર્ણન
Pages
આ બ્લૉગ શોધો
07 ડિસેમ્બર 2010
પ્રેરક પ્રસંગો
ઉપનિષદમાં એક કથા છે, ભગવાન કોઈ એક ભક્ત પર પ્રસન્ન થયા અને કહ્યું, “વરદાન માંગ”.
ભક્તે કહ્યું, “પ્રભુ, હું શું માંગું? હું શું જાણું? તમે તો બધુંય જાણો છો. તેથી મારે માટે જે ઉચિત હોય તે તમે જ આપોને!”
અને તે ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયો. આપણે માટે શું ઊચિત છે તે ઈશ્વર જાણે જ છે. માટે સકામ પ્રાર્થના ન કરીએ.
- વિનોબા ભાવે
ભક્તે કહ્યું, “પ્રભુ, હું શું માંગું? હું શું જાણું? તમે તો બધુંય જાણો છો. તેથી મારે માટે જે ઉચિત હોય તે તમે જ આપોને!”
અને તે ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયો. આપણે માટે શું ઊચિત છે તે ઈશ્વર જાણે જ છે. માટે સકામ પ્રાર્થના ન કરીએ.
- વિનોબા ભાવે
પ્રેરક પ્રસંગો
મને બરાબર યાદ છે કે હું નાનો હતો ત્યારે એક વાર હું આખી રાત કુરાન પઢતો બેઠો હતો. તે વખતે મારી બાજુમાં કેટલાક માણસો પડ્યા પડ્યા મોટેથી ઘોરતા હતા.
મેં મારા અબ્બાજાનને જોઈને કહ્યું, “બાબા, જુઓને આ લોકો કેવા છે? ખુદાને નમાજ અદા કરવી તો બાજુ પર રહી પણ કોઈ માથું યે ઊંચુ કરતું નથી !”
આ સાંભળી પિતાજી બોલ્યા, “બેટા, તું પણ આ લોકોની માફક ઊંઘી ગયો હોત તો ઘણું સારું થાત, જેથી તું પારકાની નિંદા તો ન કરત !”
- શેખ સાદી
01 નવેમ્બર 2010
આયુર્વેદિક ઉપચાર
- કળથીની રાબ બનાવીને તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
- રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
- ૮ થી ૧૦ કોકમ ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાણી, તેમાં સાકર તથા થોડું જીરું નાખી દિવસમાં બે વાર પીવાથી કોઈ દવાથી ના મટતું શીળસ માટે છે.૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીળસ પર લેપ કરવાથી શીળસ મટે છે.
- ૧ ડોલ નવસેકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા-બાય-કાર્બ) નાખી તે પાણીથી સ્નાન કરવાથી શીળસ માટે છે.
- પાવલીભાર અજમો લઇ વાટી તેમાં તેટલા જ ગોળ સાથે રોજ સવારે નરણે કોઠે ગળી જવો. જરૂર પડે તો રાત્રે પણ આમ કરવું. આ પ્રયોગથી શીળસ મટે છે.
કૂતરું કરડે
- કૂતરું કરડ્યું હોય તો તેના પર હિંગને પાણીમાં ઘૂંટીને ચોપડવાથી ફાયદો થાય છે.
- કૂતરું કરડ્યું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી, લસણની ચટણીને પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ આ પ્રમાણે કરવાથી) કૂતરાના ઝેરનો નાશ થાય છે.
- હડકાયું કૂતરું કરડ્યું હોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા પર લગાડવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.
શીતળા
- શીતળાનો રોગચાળો ચાલતો હોય ત્યારે આમલીના પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી.
- હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતલના જામી ગયેલા ઘા પર ભભરાવવાથી ફાયદો થાય છે.
- ધાણા અને જીરૂ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી તેના વડે આંખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી.
- શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.
તાવ
- કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આની ભાર મીઠું ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતારી જાય છે અને તાવ ઊતર્યા પછી સવાર-સાંજ દોઢ આની ભાર મીઠું બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી.
- કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે.
- સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મુકવાથી તાવ ઉતારે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
- કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મીનીટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.
- લસણની પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલમાં કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
- તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મત છે.
- ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
- તુલસીના પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ નાખી લેવાથી ફ્લુનો તાવ મટે છે.
- પાંચ ગ્રામ તાજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઊકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફ્લુનો તાવ-બેચેની મટે છે.
- ૧૦ ગ્રામ ધાણા અને ૩ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફ્લુનો તાવ મટે છે.
- એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.
- ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
- ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.
- મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.
- જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ માટે છે.
- ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ માટે છે.
- તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયાનો તાવ માટે છે.
- તુલસીનો રસ ૧૦ ગ્રામ આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મલેરિયાનો તાવ મટે છે.
- ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઊતરે છે.
- મલેરિયાના તાવમાં વારંવાર ઊલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી , થોડી થોડી વારે પીવાથી ઊલટી માટે છે.
- ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
- મઠ કે મઠની દાળનો સૂપ પીવાથી રોજ આવતો તાવ માટે છે.
- એલચી ૩ નંગ તથા મારી ૪ નંગ રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે ટે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ માટે છે.
- તુલસીનો રસ ૧૦ ગ્રામ, મરીનું ચૂર્ણ ૫ ગ્રામ ૦| ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઈફોઈડનો તાવ માટે છે.
- વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ માટે છે.
- શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી તાવ માટે છે.
- સનીપાતના તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલીશ કરવાથી આરામ થાય છે.
- હિંગ અને કપૂરની સરખે ભાગે ગોળી બનાવી (કપૂર-હિંગવટીની ગોળી જે દવાવાળાને ત્યાં પણ મળે છે.) એકથી બે ગોળી લઈ આદુના રસમાં પીવાથી સનેપાત (લવરી)નો તાવ માટે છે અને દર્દી ભાનમાં આવે છે.
- ફ્લુના તાવમાં ૩ તોલા પાણી સાથે ૧ લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચવાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.
- આદુ લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ-શરદી કે તાવ તેમ જ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.
Domain Reg. And Web Hosting
Domain Reg. And Web Hosting
.com domain + 100 MB Linux Hosting + domain control panel + hosting cpanel + 5 e-mail ID + ftp Account only @ 1500 per year
.in domain + 100 MB Linux Hosting + domain control panel + hosting cpanel + 5 e-mail ID + ftp Account only @ 1800 per year
*We will Setup your site Free on this services
For Domain Reg.
E-mail : ambanetmarketing (at] yahoo [dot) com
Mobile : 9714500460
19 જૂન 2010
સંતા-બંતા
કમાલ | |
| સંતા- શુ તમે મને સરદારને બીઝી રાખવાની બે તરકીબ બતાવશો ? બંતા- હા ચોક્ક્સ. પહેલી એ કે એક ગોળાકાર રૂમમાં બે સરદારને લઈ જાવ અને તેમને કહો કે ખૂણામાં બેસી જાવ અને બીજી એ કે એક પેપરની બંને બાજુ લખો પીટીઓ(પાછળ જુઓ)પછી જુઓ મજા. | |
માર્ચ એંડિગ
યમરાજ સો લોકોને યમલોક લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં નારદજી મળી ગયા.
નારદજી - આ શુ યમદેવ, આટલા બધાને એક સાથે ?
યમરાજ - મુનિરાજ, માર્ચ એંડિંગ છે, ટારગેટ તો પુરૂ કરવુ જ પડશે ને ?
નારદજી - આ શુ યમદેવ, આટલા બધાને એક સાથે ?
યમરાજ - મુનિરાજ, માર્ચ એંડિંગ છે, ટારગેટ તો પુરૂ કરવુ જ પડશે ને ?
ગણેશજીના અવતાર
![]() | ||
|
વક્રતુંડ- જે સિંહવાહન તેમજ મત્સરાસુરના હંતા છે.
એકદંત- જે મુષકવાહન તેમજ મદાસુરના હંતા છે.
મહોદર- જે મુષકવાહન, જ્ઞાનદાતા તેમજ મોહાસુરના નાશક છે.
ગજાનન- જે મુષકવાહન, સાંખ્યોને સિદ્ધિ આપનાર તેમજ લોભાસુરના હંતા છે.
લંબોધર- જે મુષકવાહન તેમજ ક્રોધાસુરના હંતા છે.
વિકેટ- જે મયુરવાહન તેમજ કામાસુરના હંતા છે.
વિધ્નરાજ- જે શેષવાહન અને મયાસુરના હંતા છે.
ધૂમ્રવર્ણ- હે મુષકવાહન તેમજ અહંતાસુરના હંતા છે.
આ અવતારો તેમજ તેમના દ્વારા મારવામાં આવેલ અસુરના વિશે વિવેચન કરીને જોઈએ તો મત્સર, મદ, મોહ, ક્રોધ, કામ, મમતા તેમજ અહંતારૂપ અંતશશત્રુઓનો જ સંકેત આપે છે. સાધકના અરિષ્ટનો નાશ કરીને પરમપદ પ્રાપ્તિ કરવાનો સંકેત તેમની અવતાર-લીલાઓથી જ્ઞાત થાય છે.
યુગભેદથી ગણેશના જુદા જુદા રૂપોનું ધ્યાન
કૃતયુગમાં - સિંહારૂઢ, દશબાહુ, તેજોરૂપ તેમજ કશ્યપના સુત શ્રીગણેશજીનું ધ્યાન કરવું જોઈએ.
ત્રેતાયુગમાં - મયૂરવાહન, ષડભુજ, શશિવર્ણ તેમજ શિવપુત્ર શ્રી ગણેશજીનું ધ્યાન કરો.
દ્વાપરમાં - મુષકારૂઢ, ચતુર્ભુજ, રક્તવર્ણ તેમજ વરેણ્યં સુતના સૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરો.
કળયુગમાં- ધુમ્રવર્ણ, દ્વીબાહુ તેમજ સર્વભાવજ્ઞના રૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરીને તેમની ઉપાસના કરવી યોગ્ય છે. આ જ વાત ગણેશપુરાણમાં પણ સુચવેલી છે-
ध्यायेत् सिंहगतं विनायकममुं दिग्बाहुमाद्ये युगे
त्रेतायां तु मयूरवाहनममुं षड् बाहुकं सिद्धिदम्।
द्वापरे तु गजाननं युगभुजं रक्तांगरागं विभुं
तुर्ये तु द्विभुजं सितांगरुचिरं सर्वार्थदं सर्वदा॥
લેબલ્સ:
ગણેશજીના અવતાર ગણેશ વક્રતુંડ એકદંત,
god,
hindu,
religial
વિષ્ણુના દશાવતાર
| ||||||
![]() | ||
|
તે દિવસોમાં હૈહવંશી રાજા સહસ્ત્રબાહુ અર્જુન હતો. તે ખુબ જ અત્યાચારી હતો. એક વખત તે જમદગ્નિ ઋષિના આશ્રમ પર આવ્યો. આશ્રમના ઝાડ-પાન તો ઉખાડી દિધા સાથે સાથે ઋષિની ગાયો પણ લઈ ગયો. જ્યારે પરશુરામને તેની દુષ્ટતાના સમાચાર મળ્યાં ત્યારે તેણે સહસ્ત્રબાહુને મારી નાંખ્યો. સહસ્ત્રબાહુના મોતને લીધે તેના 10 હજાર પુત્રો ડરીને ભાગી ગયાં.
સહસ્ત્રબાહુના જે પુત્રો ડરીને ભાગી ગયાં હતાં તેમને પોતાના પિતાના વધની યાદ હંમેશા હેરાન કરતી હતી. એક ક્ષણ માટે પણ તેમને ચેન નહોતું મળતું.
એક દિવસની વાત છે જ્યારે પરશુરામ પોતાના ભાઈઓની સાથે બહાર ગયાં હતાં ત્યારે અનુકૂળ વાતારવણ જોઈને સહસ્ત્રબાહુના પુત્રો ત્યાં જઈ પહોચ્યાં. તે વખતે મહર્ષિ જમદગ્નિને એકલા જોઈને તેઓએ તેમને મારી નાંખ્યાં. સતી રેણુકા પોતાના માથા પછાડીને જોર જોરથી રોવા લાગી.
પરશુરામજીએ દૂરથી જ માતાનું આક્રંદ સાંભળી લીધું. તેઓ ઝડપથી આશ્રમ પર આવ્યાં અને ત્યાં આવીને જોયું કે પિતાજી હવે આ સંસારમાં નથી રહ્યાં તો તેમને ઘણું દુ:ખ થયું. તેઓ ક્રોધ અને શોકથી મોહવશ થઈ ગયાં. તેમણે પોતાના પિતાના દેહને તો ભાઈઓને સોપી દિધો પરંતુ પોતે હાથમાં ફરસો ઉઠાવીને ક્ષત્રિયોનો સંહાર કરવાનો નિશ્ચય કરી લીધો.
ભગવાને જોયું કે વર્તમાન ક્ષત્રિય અત્યાચારી થઈ ગયાં છે. એટલા માટે તેમણે પિતાના વધને નિમિત બનાવીને એકવીસ વખત આ પૃથ્વીને ક્ષત્રિયહીન કરી દિધી. ભગવાને આ રીતે ભૃગુકુળમાં અવતાર લઈને પૃથ્વીનો ભાર બનેલા રાજાઓનો ઘણી વખત વધ કર્યો છે.
ત્યાર બાદ પરશુરામે પોતાના પિતાને જીવીત કરી દિધા. જીવીત થઈને તેઓ સપ્તર્ષિઓના મંડળમાં સાતમાં ઋષિ બની ગયાં. અંતે ભગવાને યજ્ઞમાં આખી પૃથ્વી દાનમાં આપી દિધી અને પોતે મહેન્દ્ર પર્વત પર ચાલ્યાં ગયાં.
દંડ નાયક શનિદેવ
![]() | ||
नीलांजनं समाभासं रविपुत्रं यमाग्रजम्।
छायामार्तण्ड संभूतं तं नमामि शनैश्चरम्॥
પુરાણ કહે છે કે શનિને પરમશક્તિ પરમપિતા પરમાત્માએ ત્રણેય લોકના ન્યાયાધીશ બનાવ્યાં છે. શનિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ તેમના કર્મોની સજા આપે છે અને બ્રહ્માંડમાં સ્થિત બધાને શનિના કોપનો શિકાર બનવું પડે છે.
પુરાણ કહે છે કે જો કોઈ વ્યક્તિ કોઈની પણ સાથે ગમે તે પ્રકારનો અન્યાય કરે છે તો તે શનિની વક્ર દ્રષ્ટિથી બચી નથી શકતો. દારૂ પીનાર, માંસ ખાનાર, વ્યાજ લેનાર, પરસ્ત્રીની સાથે વ્યાભિચાર કરનાર અને તાકાતના બળ પર કોઈની સાથે અન્યાય કરનારનો શનિદેવ 100 જન્મ સુધી પીછો કરે છે.
સુર્ય વડે આ ગ્રહની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. એટલા માટે શનિને સુર્યનો પુત્ર પણ માનવામાં આવે છે. જો આપણે ગ્રહની વાત કરીએ તો શનિની ચારે બાજુ જે વલય છે તે દૂરથી વાદળી દેખાય છે. વૈજ્ઞાનિકો આ વલયને લઈને હજી પણ આશ્ચર્યમાં છે કે આખરે આ વલય કઈ વસ્તુનો બનેલો છે.
દેવતા કે ગ્રહ : આ વિવાદનો વિષય થઈ શકે છે કે શનિ એક દેવતા છે કે એક ગ્રહ. હનુમાનજીના કાળમાં શનિ નામની એક વ્યક્તિ પણ થઈ હતી જેના ચરિત્રના આધાર પર જ શનિગ્રહના ચરિત્રને માનવામાં આવે છે. તે જ રીતે જેવી રીતે હનુમાનજીને મંગળગ્રહના દેવતા તરીકે પસંદ કરાયા છે. છતાં પણ આ સંપુર્ણ રીતે શોધનો વિષય છે અને ગ્રહોથી સંબંધિત દેવતાઓનો ગ્રહ સાથે શું સંબંધ છે. જે કંઈ પણ હોય હિંદુઓ માટે બંને પૂજનીય છે.
પુરાણોને અનુસાર : આમના માથા પર સોનાનો મુગુટ, ગળામાં માળા અને શરીર પર નીલા રંગના વસ્ત્રો અને ઈંદ્રનીલમણિને સમાન છે. તેઓ ગીધ પર સવારી કરે છે. તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ત્રિશુળ રહે છે. શનિને સુર્યનો પુત્ર માનવામાં આવે છે. તેમની બહેનનું નામ દેવી યમુના અને માતાનું નામ છાયા (સવર્ણા) છે.
જ્યોતિષને અનુસાર : જ્યોતિષીયોને અનુસાર શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે તેમજ તેમની મહાદશા 19 વર્ષની હોય છે. તેઓ ધરતી અને શરીર પર જ્યાં તેલ અને લોહ તત્વ હોય છે ત્યાં રાજ કરે છે. શરીરમાં દાંત, વાળ અને હાડકાની મજબુતાઈ અને નબળાઈનું કારણ તેઓ જ છે.
શનિદેવથી બધા જ ડરે છે કેમકે જ્યોતિષ અનુસાર શનિની સાડાસાતી અને ઢવ્યાના ફેરમાં ફસાયેલ વ્યક્તિની જીંદગીમાં તોફાન ઉભા થઈ જાય છે.
ખગોળ વિજ્ઞાન અનુસાર : ખગોળ વિજ્ઞાન અનુસાર શનિનો વ્યાસ 120500 કિ.મી., 10 કિ.મી. પ્રતિ સેકંડની સરેરાશ ગતિથી આ સુર્યના સરેરાશ દોઢ અરબ કિ.મીની દૂરી પર રહીને આ ગ્રહ 29 વર્ષોમાં સુર્યનું ચક્કર પુર્ણ કરે છે. ગુરૂ શક્તિ પૃથ્વી વડે 95 ગણી અને આકારમાં ગુરૂ પછી બીજો નંબર આવે છે. પોતાની ધરી પર ફરતા આને નવ કલાક લાગે છે. શનિની સપાટીનું તાપમાન 240 ફેરનહાઈટ છે. શનિની ચારે બાજુ સાત વલય છે, શનિના 15 ચંદ્રમા છે જેમનો દરેકનો વ્યાસ પૃથ્વી કરતાં ઘણો વધારે છે.
શનિના પ્રસિદ્ધ મંદિરો : મહારાષ્ટ્રના શિંગણાપુર ગામની નજીક શનિનું પ્રસિદ્ધ મંદિર છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરની પાસે શનિશ્વરા મંદિર. ઉત્તર પ્રદેશના કોશીની પાસે કૌકિલા મંદિર વનમાં સિદ્ધ શનિ દેવનું મંદિર.
લેબલ્સ:
દંડ નાયક શનિદેવ Shanidev shani grah,
god,
hindu,
religial
શ્રી શિવ ચાલીસા
શ્રી શિવ ચાલીસા
દોહા
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.
જય ગિરિજાપતિ દીનદયાલ
સદા કરત સંતન પ્રતિપાલા
ભાલ ચન્દ્રમા સોહત નીકે
કાનન કુંડલ નાગફની કે
અંગ ગૌર સિર ગંગ બહાયે
મુળ્ડમાલ તન ક્ષાર લગાયે
વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે
છવિ કો દેખી નાગ મુનિ મોહે
મૈના માતુ કી હવે દુલારી
વાન અંગ સોહત છવિ ન્યારી
કર ત્રિશુલ સોહત છવિ ભારી
કરત સદા શત્રુન ક્ષયકારી
નંડિ ગણેશ સોહૈ તહં કૈસે
સાગર મધ્ય કમલ હૈ જૈસે
કાર્તિક શ્યામ ઔર ગણરાઉ
યા છવિ કો કહી જાત ન કાઉ
દેવન જબહી જાય પુકારા
તબ હી દુ:ખ પ્રભુ આપ નિવારા
કિયા ઉપદ્રવ તારક ભારી
દેવન સબ મિલિ તુમહી જુહારી
તુરત ષડાયન આપ પઠાયઉ
લવ નિમેષ મહં મારિ ગિરાયઉ
આપ જલંધર અસુર સંહારા
સુયશ તુમ્હાર વિદિત સંસારા
ત્રિપુરાસુન સન યુધ્ધ મચાઈ
તબ હી કૃપા કર લીન બચાઈ
કિયા તપહિ ભાગીરથ ભારી
પૂર્વ પ્રતિજ્ઞા તાસુ પુરારી
દાનિન મહં તુમ સમ કોઉ નાહી
સેવક સ્તુતિ કરત સદાહી
દેવ માહી મહીમા તબ ગાઈ
અકથ અનાદિ ભેદ નહી પાઈ
પ્રગટી ઉદધિ મંથન તે જ્વાલા
જરત સુરાસુર ભએ વિહાલા
કીન્હ દયા તહં કરી સહાઈ
નીલકંઠ તવ નામ કહાઈ
પૂજન રામચંન્દ્ર જબ કીન્હા
જીત કે લંક વિભીષણ દીન્હા
સહસ કમલ મે હો રહે ઘારી
કીન્હ પરીક્ષા તબહી પુરારી
એક કમલ પ્રભુ રાખેઉ જોઈ
કમલ નયન પૂજન ચહં સોઈ
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર
ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર
જય જય જય અનંત અવિનાશી
કરત કૃપા સબકે ઘટ વાસી
દુષ્ટ સકલ નિત મોહી સતાવે
ભ્રમત રહૌ મોહી ચેન ન આવે
ત્રાહી ત્રાહી મે નાથ પુકારો
યે હી અવસર મોહી આન ઉબારો
લૈ ત્રિશુલ શત્રુન કો મારો
સંકટ તે મોહી આન ઉબારો
માતા-પિતા ભ્રાતા સબ હોઈ
સંકટ મે પૂછત નહી કોઈ
સ્વામી એક હૈ આસ તુમ્હારી
આય હુરહુ મમ સંકટ ભારી
ધન નિર્ધન કો દેત સદા હી
જો કોઈ જાંચે સો ફલ પાહી
અસ્તુત કેહી વિધિ કરૈ તુમ્હારી
ક્ષમહૂ નાથ અબ ચૂક હમારી
શંકર હો સંકટ કે નાશન
મંગલ કારણ વિધ્ન વિનાશન
યોગી યતિ મુનિ ધ્યાન લગાવે
શારદ નારદ શીશ નવાવૈ
નમો નમો જય નમ: શિવાય
સુર બ્રહ્માદિક પાર ન પાય
જો યહ પાઠ કરે મન લાઈ
તા પર હોતે હૈ શમ્ભુ સહાઈ
ઋનીયા જો કોઈ હો અધિકારી
પાઠ કરે સો પાવન હારી
પુત્ર હોન કી ઈચ્છા જોઈ
નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ
પંડિત ત્રયોદશી કો લાવે
ધ્યાનપૂર્વક હોમ કરાવે
ત્રયોદશી વ્રત કરે હમેશા
તાકે તન નહી રહે ક્લેશા
ધૂપ દીપ નૈવેદ ચઢાવે
શંકર સમ્મુખ પાઠ સુનાવે
જન્મ જન્મ કે પાપ નસાવે
અંતધામ શિવપુર મે પાવે
કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી
જાનિ સકલ દુખ હરહુ હમારી
દોહા-
નિત નેમ કર પ્રાત હી, પાઠ કરો ચાલીસા
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશા
મગસિર ઉઠી હેમંત ઋતુ, સંવત ચૌસઠ જાન
સ્તુતિ ચાલીસા શિવહીં, પૂર્ણ કીન કલ્યાણ
દોહા
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.
જય ગિરિજાપતિ દીનદયાલ
સદા કરત સંતન પ્રતિપાલા
ભાલ ચન્દ્રમા સોહત નીકે
કાનન કુંડલ નાગફની કે
અંગ ગૌર સિર ગંગ બહાયે
મુળ્ડમાલ તન ક્ષાર લગાયે
વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે
છવિ કો દેખી નાગ મુનિ મોહે
મૈના માતુ કી હવે દુલારી
વાન અંગ સોહત છવિ ન્યારી
કર ત્રિશુલ સોહત છવિ ભારી
કરત સદા શત્રુન ક્ષયકારી
નંડિ ગણેશ સોહૈ તહં કૈસે
સાગર મધ્ય કમલ હૈ જૈસે
કાર્તિક શ્યામ ઔર ગણરાઉ
યા છવિ કો કહી જાત ન કાઉ
દેવન જબહી જાય પુકારા
તબ હી દુ:ખ પ્રભુ આપ નિવારા
કિયા ઉપદ્રવ તારક ભારી
દેવન સબ મિલિ તુમહી જુહારી
તુરત ષડાયન આપ પઠાયઉ
લવ નિમેષ મહં મારિ ગિરાયઉ
આપ જલંધર અસુર સંહારા
સુયશ તુમ્હાર વિદિત સંસારા
ત્રિપુરાસુન સન યુધ્ધ મચાઈ
તબ હી કૃપા કર લીન બચાઈ
કિયા તપહિ ભાગીરથ ભારી
પૂર્વ પ્રતિજ્ઞા તાસુ પુરારી
દાનિન મહં તુમ સમ કોઉ નાહી
સેવક સ્તુતિ કરત સદાહી
દેવ માહી મહીમા તબ ગાઈ
અકથ અનાદિ ભેદ નહી પાઈ
પ્રગટી ઉદધિ મંથન તે જ્વાલા
જરત સુરાસુર ભએ વિહાલા
કીન્હ દયા તહં કરી સહાઈ
નીલકંઠ તવ નામ કહાઈ
પૂજન રામચંન્દ્ર જબ કીન્હા
જીત કે લંક વિભીષણ દીન્હા
સહસ કમલ મે હો રહે ઘારી
કીન્હ પરીક્ષા તબહી પુરારી
એક કમલ પ્રભુ રાખેઉ જોઈ
કમલ નયન પૂજન ચહં સોઈ
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર
ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર
જય જય જય અનંત અવિનાશી
કરત કૃપા સબકે ઘટ વાસી
દુષ્ટ સકલ નિત મોહી સતાવે
ભ્રમત રહૌ મોહી ચેન ન આવે
ત્રાહી ત્રાહી મે નાથ પુકારો
યે હી અવસર મોહી આન ઉબારો
લૈ ત્રિશુલ શત્રુન કો મારો
સંકટ તે મોહી આન ઉબારો
માતા-પિતા ભ્રાતા સબ હોઈ
સંકટ મે પૂછત નહી કોઈ
સ્વામી એક હૈ આસ તુમ્હારી
આય હુરહુ મમ સંકટ ભારી
ધન નિર્ધન કો દેત સદા હી
જો કોઈ જાંચે સો ફલ પાહી
અસ્તુત કેહી વિધિ કરૈ તુમ્હારી
ક્ષમહૂ નાથ અબ ચૂક હમારી
શંકર હો સંકટ કે નાશન
મંગલ કારણ વિધ્ન વિનાશન
યોગી યતિ મુનિ ધ્યાન લગાવે
શારદ નારદ શીશ નવાવૈ
નમો નમો જય નમ: શિવાય
સુર બ્રહ્માદિક પાર ન પાય
જો યહ પાઠ કરે મન લાઈ
તા પર હોતે હૈ શમ્ભુ સહાઈ
ઋનીયા જો કોઈ હો અધિકારી
પાઠ કરે સો પાવન હારી
પુત્ર હોન કી ઈચ્છા જોઈ
નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ
પંડિત ત્રયોદશી કો લાવે
ધ્યાનપૂર્વક હોમ કરાવે
ત્રયોદશી વ્રત કરે હમેશા
તાકે તન નહી રહે ક્લેશા
ધૂપ દીપ નૈવેદ ચઢાવે
શંકર સમ્મુખ પાઠ સુનાવે
જન્મ જન્મ કે પાપ નસાવે
અંતધામ શિવપુર મે પાવે
કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી
જાનિ સકલ દુખ હરહુ હમારી
દોહા-
નિત નેમ કર પ્રાત હી, પાઠ કરો ચાલીસા
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશા
મગસિર ઉઠી હેમંત ઋતુ, સંવત ચૌસઠ જાન
સ્તુતિ ચાલીસા શિવહીં, પૂર્ણ કીન કલ્યાણ
લેબલ્સ:
god,
hindu,
lord shiva,
religial,
shiva
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)



