એક વખત એક માણસ ગ્રીસ દેશના મોટા તત્વજ્ઞાની ડાયોજિનીસની પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો, “તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું, તેમની સાથે તત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.”
ડાયોજિનીસ ધીમા સ્વરે બોલ્યા, “એમ? મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું, તેમની સાથે ઘણી વાતચીત પણ કરી છે, પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !”
વાર્તા/પ્રેરણા દાયક કથાઓ, દુહા, છંદ, કવિતા, શેર-શાયરી, પ્રેમપત્ર, SMS, વિવિધ તહેવારો (જેમકે દિવાળી, હોળી, નાતાલ વગેરે...)ની શુભેચ્છાઓ, નિબંધ, પ્રવાસ વર્ણન
Pages
આ બ્લૉગ શોધો
07 ડિસેમ્બર 2010
પ્રેરક પ્રસંગો
ઉપનિષદમાં એક કથા છે, ભગવાન કોઈ એક ભક્ત પર પ્રસન્ન થયા અને કહ્યું, “વરદાન માંગ”.
ભક્તે કહ્યું, “પ્રભુ, હું શું માંગું? હું શું જાણું? તમે તો બધુંય જાણો છો. તેથી મારે માટે જે ઉચિત હોય તે તમે જ આપોને!”
અને તે ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયો. આપણે માટે શું ઊચિત છે તે ઈશ્વર જાણે જ છે. માટે સકામ પ્રાર્થના ન કરીએ.
- વિનોબા ભાવે
ભક્તે કહ્યું, “પ્રભુ, હું શું માંગું? હું શું જાણું? તમે તો બધુંય જાણો છો. તેથી મારે માટે જે ઉચિત હોય તે તમે જ આપોને!”
અને તે ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયો. આપણે માટે શું ઊચિત છે તે ઈશ્વર જાણે જ છે. માટે સકામ પ્રાર્થના ન કરીએ.
- વિનોબા ભાવે
પ્રેરક પ્રસંગો
મને બરાબર યાદ છે કે હું નાનો હતો ત્યારે એક વાર હું આખી રાત કુરાન પઢતો બેઠો હતો. તે વખતે મારી બાજુમાં કેટલાક માણસો પડ્યા પડ્યા મોટેથી ઘોરતા હતા.
મેં મારા અબ્બાજાનને જોઈને કહ્યું, “બાબા, જુઓને આ લોકો કેવા છે? ખુદાને નમાજ અદા કરવી તો બાજુ પર રહી પણ કોઈ માથું યે ઊંચુ કરતું નથી !”
આ સાંભળી પિતાજી બોલ્યા, “બેટા, તું પણ આ લોકોની માફક ઊંઘી ગયો હોત તો ઘણું સારું થાત, જેથી તું પારકાની નિંદા તો ન કરત !”
- શેખ સાદી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)