કમાલ | |
| સંતા- શુ તમે મને સરદારને બીઝી રાખવાની બે તરકીબ બતાવશો ? બંતા- હા ચોક્ક્સ. પહેલી એ કે એક ગોળાકાર રૂમમાં બે સરદારને લઈ જાવ અને તેમને કહો કે ખૂણામાં બેસી જાવ અને બીજી એ કે એક પેપરની બંને બાજુ લખો પીટીઓ(પાછળ જુઓ)પછી જુઓ મજા. | |
વાર્તા/પ્રેરણા દાયક કથાઓ, દુહા, છંદ, કવિતા, શેર-શાયરી, પ્રેમપત્ર, SMS, વિવિધ તહેવારો (જેમકે દિવાળી, હોળી, નાતાલ વગેરે...)ની શુભેચ્છાઓ, નિબંધ, પ્રવાસ વર્ણન
Pages
આ બ્લૉગ શોધો
19 જૂન 2010
સંતા-બંતા
માર્ચ એંડિગ
યમરાજ સો લોકોને યમલોક લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં નારદજી મળી ગયા.
નારદજી - આ શુ યમદેવ, આટલા બધાને એક સાથે ?
યમરાજ - મુનિરાજ, માર્ચ એંડિંગ છે, ટારગેટ તો પુરૂ કરવુ જ પડશે ને ?
નારદજી - આ શુ યમદેવ, આટલા બધાને એક સાથે ?
યમરાજ - મુનિરાજ, માર્ચ એંડિંગ છે, ટારગેટ તો પુરૂ કરવુ જ પડશે ને ?
ગણેશજીના અવતાર
![]() | ||
|
વક્રતુંડ- જે સિંહવાહન તેમજ મત્સરાસુરના હંતા છે.
એકદંત- જે મુષકવાહન તેમજ મદાસુરના હંતા છે.
મહોદર- જે મુષકવાહન, જ્ઞાનદાતા તેમજ મોહાસુરના નાશક છે.
ગજાનન- જે મુષકવાહન, સાંખ્યોને સિદ્ધિ આપનાર તેમજ લોભાસુરના હંતા છે.
લંબોધર- જે મુષકવાહન તેમજ ક્રોધાસુરના હંતા છે.
વિકેટ- જે મયુરવાહન તેમજ કામાસુરના હંતા છે.
વિધ્નરાજ- જે શેષવાહન અને મયાસુરના હંતા છે.
ધૂમ્રવર્ણ- હે મુષકવાહન તેમજ અહંતાસુરના હંતા છે.
આ અવતારો તેમજ તેમના દ્વારા મારવામાં આવેલ અસુરના વિશે વિવેચન કરીને જોઈએ તો મત્સર, મદ, મોહ, ક્રોધ, કામ, મમતા તેમજ અહંતારૂપ અંતશશત્રુઓનો જ સંકેત આપે છે. સાધકના અરિષ્ટનો નાશ કરીને પરમપદ પ્રાપ્તિ કરવાનો સંકેત તેમની અવતાર-લીલાઓથી જ્ઞાત થાય છે.
યુગભેદથી ગણેશના જુદા જુદા રૂપોનું ધ્યાન
કૃતયુગમાં - સિંહારૂઢ, દશબાહુ, તેજોરૂપ તેમજ કશ્યપના સુત શ્રીગણેશજીનું ધ્યાન કરવું જોઈએ.
ત્રેતાયુગમાં - મયૂરવાહન, ષડભુજ, શશિવર્ણ તેમજ શિવપુત્ર શ્રી ગણેશજીનું ધ્યાન કરો.
દ્વાપરમાં - મુષકારૂઢ, ચતુર્ભુજ, રક્તવર્ણ તેમજ વરેણ્યં સુતના સૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરો.
કળયુગમાં- ધુમ્રવર્ણ, દ્વીબાહુ તેમજ સર્વભાવજ્ઞના રૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરીને તેમની ઉપાસના કરવી યોગ્ય છે. આ જ વાત ગણેશપુરાણમાં પણ સુચવેલી છે-
ध्यायेत् सिंहगतं विनायकममुं दिग्बाहुमाद्ये युगे
त्रेतायां तु मयूरवाहनममुं षड् बाहुकं सिद्धिदम्।
द्वापरे तु गजाननं युगभुजं रक्तांगरागं विभुं
तुर्ये तु द्विभुजं सितांगरुचिरं सर्वार्थदं सर्वदा॥
લેબલ્સ:
ગણેશજીના અવતાર ગણેશ વક્રતુંડ એકદંત,
god,
hindu,
religial
વિષ્ણુના દશાવતાર
| ||||||
![]() | ||
|
તે દિવસોમાં હૈહવંશી રાજા સહસ્ત્રબાહુ અર્જુન હતો. તે ખુબ જ અત્યાચારી હતો. એક વખત તે જમદગ્નિ ઋષિના આશ્રમ પર આવ્યો. આશ્રમના ઝાડ-પાન તો ઉખાડી દિધા સાથે સાથે ઋષિની ગાયો પણ લઈ ગયો. જ્યારે પરશુરામને તેની દુષ્ટતાના સમાચાર મળ્યાં ત્યારે તેણે સહસ્ત્રબાહુને મારી નાંખ્યો. સહસ્ત્રબાહુના મોતને લીધે તેના 10 હજાર પુત્રો ડરીને ભાગી ગયાં.
સહસ્ત્રબાહુના જે પુત્રો ડરીને ભાગી ગયાં હતાં તેમને પોતાના પિતાના વધની યાદ હંમેશા હેરાન કરતી હતી. એક ક્ષણ માટે પણ તેમને ચેન નહોતું મળતું.
એક દિવસની વાત છે જ્યારે પરશુરામ પોતાના ભાઈઓની સાથે બહાર ગયાં હતાં ત્યારે અનુકૂળ વાતારવણ જોઈને સહસ્ત્રબાહુના પુત્રો ત્યાં જઈ પહોચ્યાં. તે વખતે મહર્ષિ જમદગ્નિને એકલા જોઈને તેઓએ તેમને મારી નાંખ્યાં. સતી રેણુકા પોતાના માથા પછાડીને જોર જોરથી રોવા લાગી.
પરશુરામજીએ દૂરથી જ માતાનું આક્રંદ સાંભળી લીધું. તેઓ ઝડપથી આશ્રમ પર આવ્યાં અને ત્યાં આવીને જોયું કે પિતાજી હવે આ સંસારમાં નથી રહ્યાં તો તેમને ઘણું દુ:ખ થયું. તેઓ ક્રોધ અને શોકથી મોહવશ થઈ ગયાં. તેમણે પોતાના પિતાના દેહને તો ભાઈઓને સોપી દિધો પરંતુ પોતે હાથમાં ફરસો ઉઠાવીને ક્ષત્રિયોનો સંહાર કરવાનો નિશ્ચય કરી લીધો.
ભગવાને જોયું કે વર્તમાન ક્ષત્રિય અત્યાચારી થઈ ગયાં છે. એટલા માટે તેમણે પિતાના વધને નિમિત બનાવીને એકવીસ વખત આ પૃથ્વીને ક્ષત્રિયહીન કરી દિધી. ભગવાને આ રીતે ભૃગુકુળમાં અવતાર લઈને પૃથ્વીનો ભાર બનેલા રાજાઓનો ઘણી વખત વધ કર્યો છે.
ત્યાર બાદ પરશુરામે પોતાના પિતાને જીવીત કરી દિધા. જીવીત થઈને તેઓ સપ્તર્ષિઓના મંડળમાં સાતમાં ઋષિ બની ગયાં. અંતે ભગવાને યજ્ઞમાં આખી પૃથ્વી દાનમાં આપી દિધી અને પોતે મહેન્દ્ર પર્વત પર ચાલ્યાં ગયાં.
દંડ નાયક શનિદેવ
![]() | ||
नीलांजनं समाभासं रविपुत्रं यमाग्रजम्।
छायामार्तण्ड संभूतं तं नमामि शनैश्चरम्॥
પુરાણ કહે છે કે શનિને પરમશક્તિ પરમપિતા પરમાત્માએ ત્રણેય લોકના ન્યાયાધીશ બનાવ્યાં છે. શનિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ તેમના કર્મોની સજા આપે છે અને બ્રહ્માંડમાં સ્થિત બધાને શનિના કોપનો શિકાર બનવું પડે છે.
પુરાણ કહે છે કે જો કોઈ વ્યક્તિ કોઈની પણ સાથે ગમે તે પ્રકારનો અન્યાય કરે છે તો તે શનિની વક્ર દ્રષ્ટિથી બચી નથી શકતો. દારૂ પીનાર, માંસ ખાનાર, વ્યાજ લેનાર, પરસ્ત્રીની સાથે વ્યાભિચાર કરનાર અને તાકાતના બળ પર કોઈની સાથે અન્યાય કરનારનો શનિદેવ 100 જન્મ સુધી પીછો કરે છે.
સુર્ય વડે આ ગ્રહની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. એટલા માટે શનિને સુર્યનો પુત્ર પણ માનવામાં આવે છે. જો આપણે ગ્રહની વાત કરીએ તો શનિની ચારે બાજુ જે વલય છે તે દૂરથી વાદળી દેખાય છે. વૈજ્ઞાનિકો આ વલયને લઈને હજી પણ આશ્ચર્યમાં છે કે આખરે આ વલય કઈ વસ્તુનો બનેલો છે.
દેવતા કે ગ્રહ : આ વિવાદનો વિષય થઈ શકે છે કે શનિ એક દેવતા છે કે એક ગ્રહ. હનુમાનજીના કાળમાં શનિ નામની એક વ્યક્તિ પણ થઈ હતી જેના ચરિત્રના આધાર પર જ શનિગ્રહના ચરિત્રને માનવામાં આવે છે. તે જ રીતે જેવી રીતે હનુમાનજીને મંગળગ્રહના દેવતા તરીકે પસંદ કરાયા છે. છતાં પણ આ સંપુર્ણ રીતે શોધનો વિષય છે અને ગ્રહોથી સંબંધિત દેવતાઓનો ગ્રહ સાથે શું સંબંધ છે. જે કંઈ પણ હોય હિંદુઓ માટે બંને પૂજનીય છે.
પુરાણોને અનુસાર : આમના માથા પર સોનાનો મુગુટ, ગળામાં માળા અને શરીર પર નીલા રંગના વસ્ત્રો અને ઈંદ્રનીલમણિને સમાન છે. તેઓ ગીધ પર સવારી કરે છે. તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ત્રિશુળ રહે છે. શનિને સુર્યનો પુત્ર માનવામાં આવે છે. તેમની બહેનનું નામ દેવી યમુના અને માતાનું નામ છાયા (સવર્ણા) છે.
જ્યોતિષને અનુસાર : જ્યોતિષીયોને અનુસાર શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે તેમજ તેમની મહાદશા 19 વર્ષની હોય છે. તેઓ ધરતી અને શરીર પર જ્યાં તેલ અને લોહ તત્વ હોય છે ત્યાં રાજ કરે છે. શરીરમાં દાંત, વાળ અને હાડકાની મજબુતાઈ અને નબળાઈનું કારણ તેઓ જ છે.
શનિદેવથી બધા જ ડરે છે કેમકે જ્યોતિષ અનુસાર શનિની સાડાસાતી અને ઢવ્યાના ફેરમાં ફસાયેલ વ્યક્તિની જીંદગીમાં તોફાન ઉભા થઈ જાય છે.
ખગોળ વિજ્ઞાન અનુસાર : ખગોળ વિજ્ઞાન અનુસાર શનિનો વ્યાસ 120500 કિ.મી., 10 કિ.મી. પ્રતિ સેકંડની સરેરાશ ગતિથી આ સુર્યના સરેરાશ દોઢ અરબ કિ.મીની દૂરી પર રહીને આ ગ્રહ 29 વર્ષોમાં સુર્યનું ચક્કર પુર્ણ કરે છે. ગુરૂ શક્તિ પૃથ્વી વડે 95 ગણી અને આકારમાં ગુરૂ પછી બીજો નંબર આવે છે. પોતાની ધરી પર ફરતા આને નવ કલાક લાગે છે. શનિની સપાટીનું તાપમાન 240 ફેરનહાઈટ છે. શનિની ચારે બાજુ સાત વલય છે, શનિના 15 ચંદ્રમા છે જેમનો દરેકનો વ્યાસ પૃથ્વી કરતાં ઘણો વધારે છે.
શનિના પ્રસિદ્ધ મંદિરો : મહારાષ્ટ્રના શિંગણાપુર ગામની નજીક શનિનું પ્રસિદ્ધ મંદિર છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરની પાસે શનિશ્વરા મંદિર. ઉત્તર પ્રદેશના કોશીની પાસે કૌકિલા મંદિર વનમાં સિદ્ધ શનિ દેવનું મંદિર.
લેબલ્સ:
દંડ નાયક શનિદેવ Shanidev shani grah,
god,
hindu,
religial
શ્રી શિવ ચાલીસા
શ્રી શિવ ચાલીસા
દોહા
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.
જય ગિરિજાપતિ દીનદયાલ
સદા કરત સંતન પ્રતિપાલા
ભાલ ચન્દ્રમા સોહત નીકે
કાનન કુંડલ નાગફની કે
અંગ ગૌર સિર ગંગ બહાયે
મુળ્ડમાલ તન ક્ષાર લગાયે
વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે
છવિ કો દેખી નાગ મુનિ મોહે
મૈના માતુ કી હવે દુલારી
વાન અંગ સોહત છવિ ન્યારી
કર ત્રિશુલ સોહત છવિ ભારી
કરત સદા શત્રુન ક્ષયકારી
નંડિ ગણેશ સોહૈ તહં કૈસે
સાગર મધ્ય કમલ હૈ જૈસે
કાર્તિક શ્યામ ઔર ગણરાઉ
યા છવિ કો કહી જાત ન કાઉ
દેવન જબહી જાય પુકારા
તબ હી દુ:ખ પ્રભુ આપ નિવારા
કિયા ઉપદ્રવ તારક ભારી
દેવન સબ મિલિ તુમહી જુહારી
તુરત ષડાયન આપ પઠાયઉ
લવ નિમેષ મહં મારિ ગિરાયઉ
આપ જલંધર અસુર સંહારા
સુયશ તુમ્હાર વિદિત સંસારા
ત્રિપુરાસુન સન યુધ્ધ મચાઈ
તબ હી કૃપા કર લીન બચાઈ
કિયા તપહિ ભાગીરથ ભારી
પૂર્વ પ્રતિજ્ઞા તાસુ પુરારી
દાનિન મહં તુમ સમ કોઉ નાહી
સેવક સ્તુતિ કરત સદાહી
દેવ માહી મહીમા તબ ગાઈ
અકથ અનાદિ ભેદ નહી પાઈ
પ્રગટી ઉદધિ મંથન તે જ્વાલા
જરત સુરાસુર ભએ વિહાલા
કીન્હ દયા તહં કરી સહાઈ
નીલકંઠ તવ નામ કહાઈ
પૂજન રામચંન્દ્ર જબ કીન્હા
જીત કે લંક વિભીષણ દીન્હા
સહસ કમલ મે હો રહે ઘારી
કીન્હ પરીક્ષા તબહી પુરારી
એક કમલ પ્રભુ રાખેઉ જોઈ
કમલ નયન પૂજન ચહં સોઈ
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર
ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર
જય જય જય અનંત અવિનાશી
કરત કૃપા સબકે ઘટ વાસી
દુષ્ટ સકલ નિત મોહી સતાવે
ભ્રમત રહૌ મોહી ચેન ન આવે
ત્રાહી ત્રાહી મે નાથ પુકારો
યે હી અવસર મોહી આન ઉબારો
લૈ ત્રિશુલ શત્રુન કો મારો
સંકટ તે મોહી આન ઉબારો
માતા-પિતા ભ્રાતા સબ હોઈ
સંકટ મે પૂછત નહી કોઈ
સ્વામી એક હૈ આસ તુમ્હારી
આય હુરહુ મમ સંકટ ભારી
ધન નિર્ધન કો દેત સદા હી
જો કોઈ જાંચે સો ફલ પાહી
અસ્તુત કેહી વિધિ કરૈ તુમ્હારી
ક્ષમહૂ નાથ અબ ચૂક હમારી
શંકર હો સંકટ કે નાશન
મંગલ કારણ વિધ્ન વિનાશન
યોગી યતિ મુનિ ધ્યાન લગાવે
શારદ નારદ શીશ નવાવૈ
નમો નમો જય નમ: શિવાય
સુર બ્રહ્માદિક પાર ન પાય
જો યહ પાઠ કરે મન લાઈ
તા પર હોતે હૈ શમ્ભુ સહાઈ
ઋનીયા જો કોઈ હો અધિકારી
પાઠ કરે સો પાવન હારી
પુત્ર હોન કી ઈચ્છા જોઈ
નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ
પંડિત ત્રયોદશી કો લાવે
ધ્યાનપૂર્વક હોમ કરાવે
ત્રયોદશી વ્રત કરે હમેશા
તાકે તન નહી રહે ક્લેશા
ધૂપ દીપ નૈવેદ ચઢાવે
શંકર સમ્મુખ પાઠ સુનાવે
જન્મ જન્મ કે પાપ નસાવે
અંતધામ શિવપુર મે પાવે
કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી
જાનિ સકલ દુખ હરહુ હમારી
દોહા-
નિત નેમ કર પ્રાત હી, પાઠ કરો ચાલીસા
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશા
મગસિર ઉઠી હેમંત ઋતુ, સંવત ચૌસઠ જાન
સ્તુતિ ચાલીસા શિવહીં, પૂર્ણ કીન કલ્યાણ
દોહા
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.
જય ગિરિજાપતિ દીનદયાલ
સદા કરત સંતન પ્રતિપાલા
ભાલ ચન્દ્રમા સોહત નીકે
કાનન કુંડલ નાગફની કે
અંગ ગૌર સિર ગંગ બહાયે
મુળ્ડમાલ તન ક્ષાર લગાયે
વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે
છવિ કો દેખી નાગ મુનિ મોહે
મૈના માતુ કી હવે દુલારી
વાન અંગ સોહત છવિ ન્યારી
કર ત્રિશુલ સોહત છવિ ભારી
કરત સદા શત્રુન ક્ષયકારી
નંડિ ગણેશ સોહૈ તહં કૈસે
સાગર મધ્ય કમલ હૈ જૈસે
કાર્તિક શ્યામ ઔર ગણરાઉ
યા છવિ કો કહી જાત ન કાઉ
દેવન જબહી જાય પુકારા
તબ હી દુ:ખ પ્રભુ આપ નિવારા
કિયા ઉપદ્રવ તારક ભારી
દેવન સબ મિલિ તુમહી જુહારી
તુરત ષડાયન આપ પઠાયઉ
લવ નિમેષ મહં મારિ ગિરાયઉ
આપ જલંધર અસુર સંહારા
સુયશ તુમ્હાર વિદિત સંસારા
ત્રિપુરાસુન સન યુધ્ધ મચાઈ
તબ હી કૃપા કર લીન બચાઈ
કિયા તપહિ ભાગીરથ ભારી
પૂર્વ પ્રતિજ્ઞા તાસુ પુરારી
દાનિન મહં તુમ સમ કોઉ નાહી
સેવક સ્તુતિ કરત સદાહી
દેવ માહી મહીમા તબ ગાઈ
અકથ અનાદિ ભેદ નહી પાઈ
પ્રગટી ઉદધિ મંથન તે જ્વાલા
જરત સુરાસુર ભએ વિહાલા
કીન્હ દયા તહં કરી સહાઈ
નીલકંઠ તવ નામ કહાઈ
પૂજન રામચંન્દ્ર જબ કીન્હા
જીત કે લંક વિભીષણ દીન્હા
સહસ કમલ મે હો રહે ઘારી
કીન્હ પરીક્ષા તબહી પુરારી
એક કમલ પ્રભુ રાખેઉ જોઈ
કમલ નયન પૂજન ચહં સોઈ
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર
ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર
જય જય જય અનંત અવિનાશી
કરત કૃપા સબકે ઘટ વાસી
દુષ્ટ સકલ નિત મોહી સતાવે
ભ્રમત રહૌ મોહી ચેન ન આવે
ત્રાહી ત્રાહી મે નાથ પુકારો
યે હી અવસર મોહી આન ઉબારો
લૈ ત્રિશુલ શત્રુન કો મારો
સંકટ તે મોહી આન ઉબારો
માતા-પિતા ભ્રાતા સબ હોઈ
સંકટ મે પૂછત નહી કોઈ
સ્વામી એક હૈ આસ તુમ્હારી
આય હુરહુ મમ સંકટ ભારી
ધન નિર્ધન કો દેત સદા હી
જો કોઈ જાંચે સો ફલ પાહી
અસ્તુત કેહી વિધિ કરૈ તુમ્હારી
ક્ષમહૂ નાથ અબ ચૂક હમારી
શંકર હો સંકટ કે નાશન
મંગલ કારણ વિધ્ન વિનાશન
યોગી યતિ મુનિ ધ્યાન લગાવે
શારદ નારદ શીશ નવાવૈ
નમો નમો જય નમ: શિવાય
સુર બ્રહ્માદિક પાર ન પાય
જો યહ પાઠ કરે મન લાઈ
તા પર હોતે હૈ શમ્ભુ સહાઈ
ઋનીયા જો કોઈ હો અધિકારી
પાઠ કરે સો પાવન હારી
પુત્ર હોન કી ઈચ્છા જોઈ
નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ
પંડિત ત્રયોદશી કો લાવે
ધ્યાનપૂર્વક હોમ કરાવે
ત્રયોદશી વ્રત કરે હમેશા
તાકે તન નહી રહે ક્લેશા
ધૂપ દીપ નૈવેદ ચઢાવે
શંકર સમ્મુખ પાઠ સુનાવે
જન્મ જન્મ કે પાપ નસાવે
અંતધામ શિવપુર મે પાવે
કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી
જાનિ સકલ દુખ હરહુ હમારી
દોહા-
નિત નેમ કર પ્રાત હી, પાઠ કરો ચાલીસા
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશા
મગસિર ઉઠી હેમંત ઋતુ, સંવત ચૌસઠ જાન
સ્તુતિ ચાલીસા શિવહીં, પૂર્ણ કીન કલ્યાણ
લેબલ્સ:
god,
hindu,
lord shiva,
religial,
shiva
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)



